×
નવા મુસ્લિમ થયેલ ભાઈઓ માટે ઉપયોગી વાતો.

નવા મુસ્લિમ થયેલ ભાઈઓ માટે ઉપયોગી વાતો.

લેખ

મુહમ્મદ અશ્ શહરી

૧૪૪૧-૨૦૨૦

(શરૂ કરું છું) અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ અને કૃપાળુ છે.

પ્રસ્તાવના

નિઃશંક દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, આપણે તેની જ પ્રશંસા કરીએ છીએ, તેનાથી જ મદદ માંગીએ છીએ, અને તેનાથી જ માફી માંગીએ છીએ અને નફસની બુરાઈથી તારું શરણ માંગીએ છીએ, અને અમારા કાર્યોની બુરાઈથી તારું શરણ માંગીએ છીએ, જેને અલ્લાહ હિદાયત આપે તેને કોઈ પથભ્રષ્ટ નથી કરી શકતું, અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેને કોઈ હિદાયત નથી આપી શકતું, અને હું સાક્ષી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે.

ત્યારબાદ

અલ્લાહ તઆલાએ આદમના સંતાનને ઇઝઝત આપી અને તેમને દરેકે દરેક લોકો પર પ્રાથમિકતા આપી, અલ્લાહ તઆલાએ કહ્યું: {અને ખરેખર અમે આદમની સંતાનને ઇઝઝત આપી} [અલ્ ઇસ્રા: ૭૦]. અને તેણે આ કોમની ઇઝઝતમાં વધારો કર્યો, તેમના તરફ શ્રેષ્ઠ નબી મુહમ્મદﷺ મોકલ્યા, અને સૌથી શ્રેષ્ઠ વાતો ઉતારી, જે કુરઆન મજીદમાં લખેલી છે, તેણે તે લોકોને ઇસ્લામ દીનને પસંદ કરી, ખુશ કરી દીધા, અલ્લાહ તઆલાએ કહ્યું: {તમે શ્રેષ્ઠ કોમ છો, જેને લોકો માટે બનાવી છે, તમે ભલાઈનો આદેશ આપો છો અને બુરાઈથી રોકો છો, અને અલ્લાહ પર ઈમાન ધરાવો છો, અને જો કિતાબવાળા ઈમાન લઈ આવતા તો તેમના માટે સારું થાત, તેમના માંથી થોડાક જ મોમિન છે, જો કે અને ઘણા લોકો પથભ્રષ્ટ છે} [આલિ ઇમરાન : ૧૧૦]. ઇન્સાનો માટે અલ્લાહની ભવ્ય નેઅમતો માંથી એક એ પણ કે તેણે ઇસ્લામ તરફ માર્ગદર્શન આપી આપણા પર તેણે ઉપકાર કર્યો, અને તેના પર અડગ રાખ્યા, તેના આદેશો પર અમલ કરવાની તૌફીક આપી, અને આ કિતાબચો, જુવામાં નાનો છે, પરંતુ તેના વિષય પ્રમાણે ભવ્ય કિતાબચો છે, જે નવા મુસ્લિમ ભાઈને શીખવાડે છે, અને તે ઇસ્લામના આદેશો અપનાવી અજ્ઞાનતાથી દુર રહી શકે છે, અને આ તરીકો તેને ઇસ્લામ દીન બતાવે છે, અહીં સુધી કે જ્યારે તે સમજશે અને તેના આદેશો પર અમલ કરશે, તો ઇલ્મ પ્રાપ્ત કરવા અને તેના પ્રચાર માટે નીકળશે, જેથી તેને પોતાના પાલનહારની ઓળખ તેમજ તેના પયગંબર નબી ﷺની ઓળખ અને ઇસ્લામ દીનની ઓળખ મળી શકે, અને પછી હિકમત અને ઇલ્મ બન્ને ની સાથે અલ્લાહની ઈબાદત કરે છે, અને તેના દિલને શાંતિ મળે છે અને અલ્લાહની ઈબાદત કરી તેની નિકટતા પ્રાપ્ત કરી અને આપ ﷺના આદેશો પર અમલ કરી તેના ઈમાનમાં વધારો થાય છે-.

હું અલ્લાહ તઆલાથી દુઆ કરું છું કે તે આ કિતાબના દરેક શબ્દમાં બરકત આપે અને તેના દ્વારા ઇસ્લામ અને મુસલમાનોને ફાયદો પહોંચાડે, અને તેને તેના માટે ખાસ બનાવે, અને તેનો સવાબ દરેક જીવિત અથવા મૃતક મુસલમાનોને પહોંચાડે.

દરુદ અને સલામતી આપણા નબી મુહમ્મદ ﷺપર અને તેમના સંતાન પર અને તેમના દરેક સાથીઓ પર.

મુહમ્મદ બિન અશ્ શયબહ અશ્ શહરી

૨/૧૧/૧૪૪૧ હિજરીસનમાં

મારો પાલનહાર અલ્લાહ છે

* અલ્લાહ તઆલા કહે છે : {હે લોકો! તે પાલનહાર ની ઇબાદત કરો જેણે તમને પેદા કર્યા અને તે લોકો ને પણ પેદા કર્યા જે તમારા થી પેહલા હતા જેથી તમે અલ્લાહ નો તકવો અપનાવો} [અલ બકરહ: ૨૧]. * અલ્લાહ તઆલા કહે છે : {તે અલ્લાહ જ છે, જેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી} [અલ્ હશ્ર : ૨૨]. * અલ્લાહ તઆલાએ કહ્યું : {કોઈ વસ્તુ તેના જેવી નથી, અને તે સાંભળવાવાળો અને જોવાવાળો છે} [અશ્ શૂરા : ૧૧].

અલ્લાહ જ મારો અને દરેક વસ્તુઓનો પાલનહાર છે, તે જ માલિક છે, તે જ પેદા કરનાર છે, તે જ રોજી આપનાર છે અને તે જ દરેક વસ્તુની વ્યવસ્થા કરવાવાળો છે.

અને તે એકલો જ ઈબાદતને લાયક છે, તેના સિવાય કોઈ પાલનહાર નથી અને તેના સિવાય કોઈ બીજો પૂજ્ય નથી.

તેના માટે દરેક સારા નામ છે, દરેક ઉચ્ચ ગુણો તેના માટે છે, જે તેણે પોતાના માટે સાબિત કર્યા અને જે ગુણોને નબી ﷺએ સાબિત કર્યા છે, તે ગુણો કમાલ અને સુંદરતાની છેલ્લી સીમા સુધી પહોંચી ગયા છે, તેના જેવી બીજી કોઈ વસ્તુ નથી, તે સાંભળવાવાળો અને જોવાવાળો છે.

તેના પવિત્ર નામો માંથી :

અર્ રઝ્ઝાક, અર્ રહમાન, અલ્ કદીર, અલ્ મલિક, અસ્ સમીઅ, અસ્ સલામ, અલ્ બસીર, અલ્ વકીલ, અલ્ ખાલિક, અલ્ લતીફ, અલ્ કાફી અલ્ ગફૂર.

અર્ રઝ્ઝાક : જે બંદાઓની રોજી રોટીનું ધ્યાન રાખતો હોય, જેના કારણે તેમના દિલો અને તેમના શરીરોને શક્તિ મળે છે.

અર્ રહમાન : વિશાળ અને ભવ્ય રહેમતો વાળો, જેની રહેમત દરેક વસ્તુ પર ફેલાયેલી છે.

અલ્ કદીર : સંપૂર્ણ શક્તિ ધરાવનાર, જેને કોઈ આજીજ ન કરી શકે અને ન તો કમજોર કરી શકે છે.

અલ્ મલિક : તે, જેની મહાનતા અને તાબેદારી અને વ્યવસ્થા કરવાના ગુણો વર્ણન કરવામાં આવે, દરેક વસ્તુ પર ફેરફાર કરવાનો અધિકાર ધરાવનાર.

અસ્ સમીઅ ! જે દરેક ગુપ્ત અને જાહેર દરેક અવાજ સાંભળી શકે.

અસ્ સલામ : દરેક ખામી, મુસીબતથી પાક.

જોવા વાળો : જેણે દરેક વસ્તુને પોતાના ઘેરાવમાં લઈ રાખી છે, ભલેને તે નાનામાં નાની વસ્તુ હોય, દરેક છુપાયેલી વસ્તુને પણ સારી રીતે જોઈ શકે છે.

અલ્ વકીલ : પોતાના સર્જનની રોજીનો જવાબદાર, તેમના ફાયદાઓની દેખરેખ કરનાર, અને જે તેના વલીઓ સંભાળે છે, તેમને સરળ બનાવનાર અને તેમના કાર્યોનો જવાબદાર.

અલ્ ખાલિક : કોઈ ઉપમા અને ઉદાહરણ વગર દરેક વસ્તુઓનું સર્જન કરનાર.

અલ્ લતીફ : જે પોતાના બંદોઓની ઇઝ્ઝત કરે છે, તેમના પર રહેમ કરે છે અને તેમના સવાલ કરવા પર તેમને આપે છે.

અલ્ કાફી : જે દરેકે દરેક જરૂરતમંદની જરૂરતોને પુરી કરતો હોય, ફક્ત તેની જ મદદ પૂરતી થઈ જાય અને જેને બીજા કોઈની જરૂરત ન હોય.

અલ્ ગફૂર: તે જે બંદાઓના ગુનાહોની બુરાઈથી પોતાના બંદોઓને બચાવે અને તેના પર તેમની પકડ ન કરે.

એક મુસલમાન અલ્લાહની અદ્ભૂત સર્જનમાં ચિંતન - મનન કરે અને તેની ઉપલબ્ધિઓ પર. તેની મખ્લુક માંથી નાના લોકોને ખાવાનું ખવડાવું છે, અને જ્યાં સુધી પ્રબળ ન થઈ જાય ત્યાં સુધી ખ્યાલ રાખવો, પવિત્ર છે તે, જે તેનો પેદા કરવાવાળો છે, અને અત્યંત દયાળુ, અને તેની રહેમત માંથી એ પણ કે એવા સ્ત્રોત બનાવ્યા, જે તેની મદદ કરી શકે, અને તેની કમજોર શરીરને શક્તિશાળી બનાવી શકે.

મારા નબી મુહમ્મદ - સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ-

અલ્લાહ તઆલાએ કહ્યું: (લોકો ! તમારી પાસે તમારા માંથી જ એક રસૂલ આવ્યા, જો તમને કોઈ તકલીફ પહોંચે તો તેને સારું નથી લાગતું, તે (તમારી સફળતા) ઈચ્છે છે, મોમિનો માટે અત્યંત માયાળુ અને દયાળુ છે) [અત્ તૌબા: ૧૨૮]. અલ્લાહ તઆલાએ કહ્યું : (અને અમે તમને સમગ્ર સૃષ્ટિ માટે રહેમત બનાવીને મોકલ્યા છે.) [અલ્ અંબિયા : ૧૦૭].

મુહમ્મદ - ﷺ દયાળુ અને માર્ગદર્શક

અને તે મુહમ્મદ ﷺ નબીયો અને પયગંબરોની શૃખંલાના છેલ્લા પયગંબર છે, અલ્લાહ તઆલાએ તેમને સમગ્ર લોકો તરફ ઇસ્લામ દીન લઇ મોકલ્યા, જેથી તેઓ લોકોને ભલાઇ તરફ બોલાવે અને મહત્વ આદેશ તૌહીદનું માર્ગદર્શન આપે તેમજ બુરાઈથી લોકોને રોકે અને ખૂબ જ મોટો ગુનોહ શિર્કથી લોકોને સચેત કરે.

તમારા માટે તેમના આદેશોનું અનુસરણ કરવું અનિવાર્ય છે, અને તેમણે જણાવેલ વાતોની પુષ્ટિ કરવી પણ જરૂરી છે, અને જે વાતોથી ડરાવ્યા હોય અથવા રોક્યા હોય તેનાથી બચવું પણ જરૂરી છે, ફક્ત તેણે વર્ણવેલ નિયમ પ્રમાણે જ અલ્લાહની બંદગી કરવામાં આવશે.

તેમની પયગંબરી અને તેમના પહેલા દરેક નબીયોની પયગંબરીનો હેતુ આ જ હતો કે તેઓ લોકોને એક અલ્લાહની ઈબાદત તરફ બોલાવે અને લોકોને તેની સાથે કોઈને ભાગીદાર ઠેહરવવાથી રોકે.

તેમના ગુણો માંથી - ﷺ - :

સાચા, દયાળુ, સહનશીલ, ધીરજ રાખનાર, બહાદુર, દાનવીર, સારા અખલાક ધરાવનાર , ન્યાયી, આજીજી દાખવનાર અને દરગુજર કરનાર.

અલ્ કુરઆનુલ્ કરીમ : મારા પાલનહારનું કલામ

અલ્લાહ તઆલાએ કહ્યું : (હે લોકો ! તમારી પાસે તમારા પાલનહાર તરફથી એક સ્પષ્ટ દલીલ આવી ગઇ છે, અને અમે તમારી તરફ સ્પષ્ટ માર્ગ દર્શન આપનાર નૂર (કુરઆન) ઉતાર્યું. ) [અન્ નિસા : ૧૭૪].

કુરઆન કરીમ અલ્લાહ તઆલાનું કલામ છે, જે તેણે પોતાના પયગંબર મુહમ્મદ ﷺ ઉપર ઉતાર્યું, જેથી તે લોકોને અંધકાર માંથી કાઢી રોશની તરફ રસ્તો બતાવે અને તેમને સીધા સત્ય માર્ગ તરફ માર્ગદર્શન આપે.

જે કોઈ તેને પઢશે, તેના માટે ભવ્ય સવાબ હશે, અને જે વ્યક્તિ તેના પર અમલ કરશે તે મજબૂત અને સચોટ રસ્તા ઉપર હશે.

શું તમે ઇસ્લામના અરકાન (સ્તંભો) વિશે જાણો છો?

આપ ﷺએ કહ્યું-: (ઇસ્લામના પાંચ (સ્તંભો) છે, સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, રમઝાન રોઝા રાખવા, અને બૈતુલ્લાહની હજ કરવી).

ઇસ્લામના પાંચેય અરકાન ઈબાદત છે, દરેક મુસલમાન પર ફર્ઝ (જરૂરી) છે, જે કોઈ વ્યક્તિઆ પાંચેય અરકાનને જરૂરી ન સમજે અને તેના પર ચોક્સાઈપૂર્વક અમલ ન કરે તો તેનો ઇસ્લામ દીન માન્ય નહિ ગણાય. કારણકે આ પાંચેય પર તો ઇસ્લામનો આધાર છે, એટલા માટે તો તેને ઇસ્લામના સ્તભો કહેવામાં આવે છે.

અને તે અરકાન નીચે પ્રમાણે છે:

પહેલો સ્તંભ : ગવાહી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે.

અલ્લાહ તઆલા કહે છે: (તમે જાણી લો કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી) [મુહમ્મદ :૧૯]. અને અલ્લાહ તઆલાએ કહ્યું: (લોકો ! તમારી પાસે તમારા માંથી જ એક રસૂલ આવ્યા, જો તમને કોઈ તકલીફ પહોંચે તો તેને સારું નથી લાગતું, તે (તમારી સફળતા) ઈચ્છે છે, મોમિનો માટે અત્યંત માયાળુ અને દયાળુ છે) (અત્ તૌબા: ૧૨૮).

અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી નો અર્થ થાય છે કે અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ (પૂજ્ય) નથી.

સાક્ષી આપવી કે મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, તેનો અર્થ થાય છે કે તે પયગંબર જે વાતનો આદેશ આપે, તેનો સ્વીકાર કરવો અને તેમણે જણાવેલ વાતોની પુષ્ટિ કરવી પણ જરૂરી છે, અને જે વાતોથી સચેત કર્યા હોય અથવા રોક્યા હોય તેનાથી બચવું પણ જરૂરી છે, ફક્ત તેણે વર્ણવેલ નિયમ પ્રમાણે જ અલ્લાહની બંદગી કરવામાં આવશે.

બીજો સ્તંભ : નમાઝ કાયમ કરવી .

અલ્લાહ તઆલાએ કહ્યું : (અને નમાઝ કાયમ કરો) [અલ્ બકરહ :૧૧૦].

નમાઝ કાયમ કરવી, અને તેને તે પ્રમાણે પઢવામાં આવે જે રીતે અલ્લાહ એ વર્ણન કરી છે અને આપણને જે પ્રમાણે મુહમ્મદ ﷺએ શીખવાડી છે, એ પ્રમાણે પઢવામાં આવે.

ત્રીજો સ્તંભ : ઝકાત આપવી.

અલ્લાહ તઆલા કહે છે: (અને ઝકાત આપતા રહો) [અલ્ બકરહ : ૧૧૦].

અલ્લાહ તઆલાએ જકાત ફર્ઝ કરી જેથી કરીને તે મુસલમાનના ઇમાનની કસોટી કરે, અને પોતાનો પાલનહારનો આભાર માનવા માટે, જેણે માલની ભવ્ય નેઅમત આપી તેના પર ઉપકાર કર્યો, અને ફકીરો અને લાચાર વ્યક્તિની મદદ કરવા માટે, જકાત ફર્ઝ કરી છે.

અને ઝકાત , જેનો અધિકાર છે, તેને જ આપવી જોઈએ

અને માલનો એક જરૂરી હક છે, કે જ્યારે માલ નક્કી કરેલ ગણતરી સુધી પહોંચી જાય, તો આઠ પ્રકારના લોકોને આ માલ આપવામાં આવશે, અલ્લાહ તાઆલાએ કુરઆન મજીદમાં વર્ણન કરી છે, તેમના માંથી ફકીર અને લાચાર વ્યક્તિ પણ.

અને ઝકાત આપવી, રહેમત અને દયા કરવાની નિશાની છે, જે એક મુસલમાનના અખલાક અને માલની પવિત્રતાનું કારણ છે, અને લાચાર અને ફકીર લોકોને રાહત પહોંચાડવાનું કારણ છે, અને મુસ્લિમ વર્ગના લોકોમાં મુહબ્બત અને ભાઈચારાને ફેલાવવા માટે મજબૂત સ્ત્રોત છે, એટલા માટે જ એક ઠોસ સદાચારી મુસલમાન તેને સારી રીતે અને ખુશી ખુશી અદા કરે છે, પોતાને પવિત્ર કરવા માટે, અને એટલા માટે પણ તે ઝકાત આપે છે, જેનાથી બીજા લોકોને ખુશી મળે છે.

અને સંગ્રહિત કરેલા માલમાં ઝકાતનું પ્રમાણ અઢી ટકા લેખે નક્કી છે, સોનું, ચાંદી, રોક્કડ રૂપિયા, એવા વેપારનો સામાન, જે ફાયદા માટે ખરીદ્યો હોય, જ્યારે નક્કી કરેલ કિંમત સુધી રૂપિયા પહોંચી જાય તો પછી સુન્નત પ્રમાણે તે માલ માંથી જકાત આપવી ફર્ઝ છે.

એવી જ રીતે બહીમતુલ્ અન્આમ અર્થાત ઢોરમાં પણ જકાત આપવી ઝકાત છે, જ્યારે તેમની સંખ્યા ચોક્કસ પ્રમાણ સુધી પહોંચી જાય તો, (ઊંટ, ગાય અને બકરી), અને જ્યારે કે તેનો માલિક એક વર્ષથી વધારે જમીનની પેદાશ માંથી ખવડાવે.

એવી જ રીતે ઝમીન માંથી નીકળતી વસ્તુઓમાં પણ જકાત ફર્ઝ છે, જેવી કે દાણા, ફળો અને જમીન માંથી નીકળતી ધાતુઓ અને ખજાના વગેરે ઉપર પણ ઝકાત ફર્ઝ છે, જ્યારે તે ચોક્કસ પ્રમાણ સુધી પહોંચી જાય.

ચોથું સ્તંભ : રમઝાન મહિનાના રોઝા રાખવા.

અલ્લાહ તઆલાએ કહ્યું : {હે ઇમાનવાળાઓ ! તમારા પર રોઝા રાખવા જરૂરી કરી દેવામાં આવ્યા છે, જેવી રીતે તમારા પહેલાના લોકો પર જરૂરી કરી દેવામાં આવ્યા હતા, જેથી તમે ડરવાવાળા બની જાઓ.} [અલ્ બકરહ : ૧૧૦] .

રમજાન : તે હિજરી સનનો નવમો મહિનો છે, અને તે મુસલમાનો પાસે પવિત્ર મહિનો છે, અને આ મહિનાનું એક ખાસ મહત્વ છે બીજા મહિનાઓ કરતા, અને આ સંપૂર્ણ મહિનાના રોજા રાખવા ઈસ્લામના પાંચ સ્તંભો માથી એક છે.

રમજાન માસના રોજા: એ એક પ્રકારની ઈબાદત છે જેમાં ખાવા, પીવા અને સંભોગ કરવાથી રુકી જવામાં આવે છે, અને તે દરેક વસ્તુઓ જે ફજરથી મગરિબ સુધી જે રોજા ને તોડવાનું કારણ બને છે તેનાથી રમજાન માસમાં બચવું જોઈએ.

પાંચમો સ્તંભ : અલ્લાહના પવિત્ર ઘરની હજ્જ કરવી.

અલ્લાહ તઆલાએ કહ્યું: {અને લોકો પર અલ્લાહ તઆલાનો હક એ છે કે જે વ્યક્તિ તેના ઘર સુધી પહોંચી શકતો હોય તે આ ઘરનો હજ્જ કરે} [આલિ ઇમરાન : ૯૭]. હજ્જ તેમના માટે છે જેઓ તેને અદા કરવાની શક્તિ ધરાવે છે, જીવનમાં એક વાર, હજ્જ તે છે: બૈતુલ હરામ (અલ્લાહના પવિત્ર ઘર), અને પવિત્ર મક્કા શહેરની પવિત્ર જગ્યાઓ તરફ ઈબાદત કરવાના હેતુથી એક નક્કી સમયમાં સફર કરવામાં આવે, અને ખરેખર નબી ﷺ એ હજ્જ કર્યો અને બીજા નબીઓ એ પણ હજ્જ કર્યો હતો, અલ્લાહ એ ઈબ્રાહીમ અલય્હિસ્સલામને આદેશ આપ્યો કે તેઓ લોકોને હજ્જ માટે આવાજ લગાવે, જેમકે અલ્લાહ એ પવિત્ર કુરઆન માં કહ્યું : {અને લોકોને હજ કરવાનો આદેશ આપી દો, લોકો તમારી પાસે ચાલતા ચાલતા અને પાતળા ઊંટ પર સવારી કરીને આવશે, અને દૂરના દરેક માર્ગો પરથી આવશે.} [અલ્ હજ્જ :૨૭].

શું તમે ઈમાનના અરકાન (સ્તંભો) વિશે જાણો છો?

નબી ﷺ ને ઈમાનના અરકાન (સ્તંભો) વિશે સવાલ કરવામાં આવ્યો, તો આપ ﷺ કહ્યું : (ઈમાન તે છે કે તમે અલ્લાહ પર અને તેના ફરિશ્તાઓ પર, તેની કિતાબો પર, તેના પયગંબરો પર અને કયામતના દિવસ પર અને તકદીરના સારા અથવા ખરાબ હોવા પર ઈમાન લાવો) ઈમાનના અરકાન એ હ્રદયપુર્વક ઈબાદત છે, જે દરેક મુસલમાન પર ફર્ઝ (જરૂરી) છે, જો કોઈ વ્યક્તિ આ અરકાનને ન માને તો તેનો ઇસ્લામ દીન માન્ય નહિ ગણાય. કારણકે આના પર તો ઇસ્લામ નિર્ભર છે, એટલા માટે તો તેને ઈમાનનના સ્તભો કહેવામાં આવે છે. અને ઈસ્લામના અરકાન અને ઈમાનના અરકાન બંને વચ્ચે ફર્ક તે છે કે, ઈસ્લામના અરકાનને માનવી પોતાના શરીરના અંગો વડે અદા કરે છે જેમકે બંને ગવાહીઓ નમાઝ, જકાત, અને ઈમાનના અરકાન તે છે જેને માનવી પોતાના દિલ વડે માને છે જેમકે: અલ્લાહ પર ઈમાન, તેની કિતાબો અને તેના રસૂલો પર.

ઈમાનનો મતલબ અને અર્થ : કે માનવી સાચા દિલથી અલ્લાહ પર ઈમાન અને તેના ફરિશ્તાઓ પર, તેની કિતાબો પર, તેના પયગંબરો પર અને કયામતના દિવસ પર અને તકદીરના સારા અને ખરાબ હોવા પર ઈમાન રાખે, અને જે રસૂલ કહે તે આદેશનું પાલન કરે, જબાન વડે, જેમકે કહે અલ્લાહના સિવાય કોઈ ઇબાદત ને લાયક નથી, કુરઆનની તિલાવત કરે, સુબ્હાનલ્લાહ, લાઈલાહ ઇલ્લલાહ કહે, અને અલ્લાહના વખાણ કરતો રહે.

અને શરીરના જાહેર અંગો વડે અમલ કરે જેમકે: નમાઝ, હજ્જ, રોજા.... અને શરીરના છૂપા અંગો વડે પણ જેમકે અલ્લાહ પ્રત્યે મોહબ્બત અને તેનો ખોફ, અને તેના પર ભરોસો, અને તેના માટે નિખાલસતા.

ઈમાનની ટૂંકમાં વ્યાખ્યા: હૃદયમાં વિશ્વાસ, જબાન વડે એકરાર, શરીરના અંગો વડે અમલ, જે અનુસરણ કરવાથી વધે છે અને અવજ્ઞા કરવાથી ઘટે છે.

પહેલો સ્તંભ: અલ્લાહ પર ઈમાન

અલ્લાહ તઆલાએ કહ્યું : {ખરેખર મોમીન તો તે છે જે અલ્લાહ પર ઈમાન રાખે છે} [અન્ નૂર: ૬૨].

અલ્લાહ પર ઈમાન માટે જરૂરી છે કે તેને રુબૂબિય્યત, ઉલૂહિય્યત, અને અસ્મા વ સિફાત માં એકલો માનવામાં આવે, જેમાં નીચે પ્રમાણેની બાબતોનો સમાવેશ થાય છે :

- પવિત્ર અલ્લાહના અસ્તિત્વ પર ઈમાન.

- સર્જકોના સર્જનમાં પવિત્ર અલ્લાહ ને એક માનવું, અને તે દરેક વસ્તુઓનો માલિક, સર્જનહાર, રોજી આપનારો, અને દરેક કાર્યોનો તે જ વ્યવસ્થાપક છે.

- ઉલૂહિય્યત પર ઈમાન કે ફક્ત અલ્લાહ જ ઈબાદત ને લાયક છે તેનો કોઈ પણ વસ્તુમાં તેનો કોઈ ભાગીદાર નથી જેમાથી : નમાઝ, દુઆ, નજર, કુરબાની, મદદ માંગવી, આશરો માંગવો, અને બીજી બધી ઈબાદત માં.

- અલ્લાહના પવિત્ર નામો અને ગુણો પર ઈમાન જે તેણે પોતાના માટે સાબિત કર્યા છે અને જે તેના નબી ﷺ એ સાબિત કર્યા છે, અને તેના નામો અને ગુણોમાં જેનો તેણે પોતાના માટે ઈન્કાર કર્યો છે અને જેનો નબી ﷺ એ ઈન્કાર કર્યો છે, અને તેના નામો અને ગુણો કમાલ અને સુંદરતાની છેલ્લી સીમા સુધી પહોંચી ગયા છે, તેના જેવું બીજું કોઈ નથી, તે સાંભળવાવાળો અને જોવાવાળો છે.

બીજો સ્તંભ :ફરિશ્તાઓ પર ઈમાન

અલ્લાહ તઆલાએ કહ્યું: {દરેક પ્રકારના વખાણ તે અલ્લાહ માટે જ છે જે આકાશો અને જમીનને પેદા કરવાવાળો છે, અને ફરિશ્તાઓ ને સંદેશાવાહક બનાવનાર છે, જેમની બે બે, ત્રણ ત્રણ, ચાર ચાર, પાંખો છે, તે પોતાના સર્જનમાં જેમ ઈચ્છે છે વધારો કરે છે, નિઃશંક અલ્લાહ દરેક વસ્તુઓ પર કુદરત ધરાવનારો છે} [અલ્ ફાતિર: ૧].

અમે ઈમાન રાખીએ છીએ કે ફરિશ્તાઓ એક ગૈબી દુનિયાના છે, અને ખરેખર તેઓ અલ્લાહના બંદાઓ છે, જેમને નૂર (પ્રકાશ) દ્વારા પેદા કરવામાં આવ્યા છે, અને તેમને પોતાનું અનુસરણ કરનારા બનાવ્યા છે.

અને તે એક મહાન સર્જન છે જેમની તાકાત અને સંખ્યા વિશે અલ્લાહ જ જાણે છે, અને તેમના ગુણો, નામો અને કાર્યો છે જે અલ્લાહ એ તેમના માટે ખાસ કર્યા છે, અને જિબ્રઇલ અલય્હિસ્સલામ તેમના માથી જ છે જેમને અલ્લાહ તરફ તેના રસૂલો પર વહી ઉતારવા માટે જવાબદાર બનાવ્યા છે.

ત્રીજો સ્તંભ: અલ્લાહની કિતાબો પર ઈમાન

અલ્લાહ તઆલાએ કહ્યું : {હે મુસલમાનો ! તમે સૌ (કિતાબવાળાઓને) કહી દો કે અમે અલ્લાહ પર ઇમાન લાવ્યા અને તે વસ્તુ પર, જે અમારી તરફ અવતરિત કરવામાં આવ્યું છે અને તેના પર, જે ઈબ્રાહીમ, ઇસ્માઇલ, ઇસ્હાક, યાકુબ અને તેમની સંતાનો પર અવતરિત કરવામાં આવ્યું, અને તે હિદાયત પર પણ, જે કંઇ મૂસા, ઇસા અને બીજા પયગંબરો પર તેમના પાલનહાર તરફથી આપવામાં આવી હતી. અમે તે પયગંબરો માંથી કોઇ વચ્ચે તફાવત નથી કરતા અમે તો અલ્લાહના આજ્ઞાકારી છે.} [અલ્ બકરહ :૧૩૬].

એ વાતનું યકીન રાખવું કે દરેક આકાશી પુસ્તકો અલ્લાહના શબ્દો છે.

જે સર્વ શ્રેષ્ઠ અલ્લાહ તરફથી તેના રસૂલો પર સ્પષ્ટતા સાથે ઉતારવામાં આવી છે.

નિઃશંક અલ્લાહ એ પોતાના નબી ﷺ ને દરેક લોકો તરફ મોકલ્યા, તેમની શરીઅત દ્વારા બીજી આગલી શરીઅતોને રદ કરી દીધી, અને કુરઆનને દરેક આકાશી પુસ્તકમાં પ્રબળ, રદ કરવાવાળું બનાવ્યું, અને અલ્લાહ એ સુનિશ્ચિત કર્યું છે કે કુરઆન કોઈપણ ફેરફાર અથવા વિકૃતિથી સુરક્ષિત છે. બસ અલ્લાહ એ કહ્યું: {નિઃશંક અમે જ આ કુરઆનને ઉતારવાવાળા છે અને અમે જ તેની હિફાજત પણ કરવાવાળા છે.} [અલ્ હિજર: ૯]. એટલા માટે કે કુરઆન અલ્લાહ તરફથી માનવીઓ માટે છેલ્લી કિતાબ છે, અને નબી મુહમ્મદ ﷺ છેલ્લા રસૂલ છે, અને ઇસ્લામ ધર્મ એ એવો ધર્મ છે કે જેને અલ્લાહ એ કયામત સુધી માનવજાત માટે મંજૂર કર્યો છે, અલ્લાહ એ કહ્યું : {નિંશંક અલ્લાહ તઆલાની નજીક દીન ઇસ્લામ જ છે.} [આલિ ઇમરાન: ૧૯].

અને આકાશી પુસ્તકો જેનું વર્ણન અલ્લાહ એ કર્યું તે નીચે મુજબ છે :

પવિત્ર કુરઆન: જેને અલ્લાહ એ પોતાના નબી મુહમ્મદ ﷺ પર ઉતાર્યું.

અત્ તવરાત: જેને અલ્લાહ એ પોતાના નબી મૂસા અલય્હિસ્સલામ તરફ ઉતારી.

અલ્ ઈન્જીલ: જેને અલ્લાહ એ પોતાના નબી ઈસા અલય્હિસ્સલામ તરફ ઉતારી.

અઝ્ ઝબૂર: જેને અલ્લાહ એ પોતાના નબી દાઉદ અલય્હિસ્સલામ તરફ ઉતારી.

સુહુફે ઈબ્રાહીમ: જેને અલ્લાહ એ પોતાના નબી ઈબ્રાહીમ અલય્હિસ્સલામ તરફ ઉતારી.

ચોથો સ્તંભ: અલ્લાહના રસૂલો પર ઈમાન

અલ્લાહ તઆલાએ કહ્યું: {અને દરેક કોમમાં એક પયગંબર મોકલ્યા, (જે તેઓને કહેતા હતા કે) અલ્લાહની ઈબાદત કરો અને તાગૂતથી બચો} [અન્ નહલ: ૩૬.

એ વાતનું યકીન રાખવું કે દરેક કોમમાં પયગંબરો ને અલ્લાહ એ ફક્ત એે હેતુથી મોકલ્યા હતા કે તેઓ લોકોને એક અલ્લાહની ઈબાદત તરફ બોલાવે જેનો કોઈ ભાગીદાર નથી અને તેના સિવાય જેની ઇબાદત કરવામાં આવે છે તેનો ઈન્કાર કરવો.

અને તેઓ સૌ (પયગંબર) માનવી છે અને અલ્લાહના સેવકો છે, તેઓ સાચા અને સાચું બોલનાર, પરહેજગાર, અમાનતદાર, હિદાયત પામેલા માર્ગદર્શક છે, અલ્લાહ એ તેઓને મોઅજિઝહ (ચમત્કારો) દ્વારા ટેકો આપ્યો જે તેઓની પ્રામાણિકતા સાબિત કરે છે, અને અલ્લાહ એ તેઓને જેની સાથે મોકલ્યા હતા તેઓએ તે પહોચાડી દીધું, અને તેઓ બધા સ્પષ્ટ હક અને યોગ્ય માર્ગદર્શન પર હતા.

અને તેઓની દાવત શરૂઆતથી લઈ અંત સુધી ફક્ત એક જ હતી, તે તૌહીદ કે અલ્લાહની ઇબાદત માં કોઈને ભાગીદાર ઠેરાવવામાં ન આવે.

પાંચમો સ્તંભ: આખિરતના દિવસ પર ઈમાન

અલ્લાહ તઆલાએ કહ્યું : {અલ્લાહ તે છે જેના સિવાય કોઈ ઇલાહ નથી, તે ખરેખર તમને કયામતના દિવસે ભેગા કરશે, જેના (આવવામાં) કોઈ શંકા નથી, અલ્લાહ કરતા વધારે સાચો કોણ હોઇ શકે છે? } [અન્ નિસા: ૮૭] .

કયામતના દિવસ સાથે સંબંધિત દરેક બાબતમાં દ્રઢ વિશ્વાસ, જેના વિશે આપણાં પાલનહારે પોતાની પવિત્ર કિતાબ માં જાણ કરી અથવા જેના વિશે આપણાં નબી ﷺ એ જાણ કરી, જેમકે માનવીનું મૃત્યુ પછી ફરી ઉભા થવું, કયામતના દિવસે ભેગા થવું, ભલામણ, ત્રાજવું, હિસાબ અને કિતાબ, જન્નત અને જહંનમ વગેરે જેવા કર્યો જે કયામત ના દિવસને લાગતા હોય તેમાં ઈમાન રાખવું.

છઠ્ઠો સ્તંભ: તકદીર પર ઈમાન

અલ્લાહ તઆલાએ કહ્યું: {નિઃશંક અમે દરેક વસ્તુઓને તેના અંદાજ પ્રમાણે પેદા કરી છે.} [અલ્ કમર: ૪૯].

આ દુનિયામાં સર્જન સાથે જે કઇ પણ થાય છે તે અલ્લાહ જાણે છે જેનો અંદાજો અલ્લાહને ખબર છે, અને તે દરેકની વ્યવસ્થામાં એકલો છે તેનો કોઈ ભાગીદાર નથી, અને સર્જનની તકદીર તેમના પેદા થયા પહેલાથી અલ્લાહ પાસે લખાયેલી છે, નિઃશંક હકીકતમાં માનવી પાસે ઈરાદો અને ઈચ્છા છે અને તે કાર્યો કરે છે પરંતુ આ બધું અલ્લાહના ઈલ્મ, ઈરાદા અને ઈચ્છા વગર નથી થતું.

તકદીર પર ઈમાન લાવવામાં ચાર બાબતોનો સમાવેશ થાય છે જે નીચે મુજબ છે :

પ્રથમ: અલ્લાહના સર્વવ્યાપી જ્ઞાનમાં ઈમાન

બીજું: કયામત સુધી જે કઇ પણ થશે તે અલ્લાહ પાસે લખેલું છે તે વાત પર ઈમાન.

ત્રીજું: તે વાત પર ઈમાન કે અલ્લાહ કાર્યો કરવાની સંપૂર્ણ શક્તિ ધરાવે છે, તે જે ઈચ્છે છે તે થાય છે અને જે નથી ઈચ્છતો તે નથી થતું.

ચોથું: એ વાત પર ઈમાન કે અલ્લાહ જ દરેક વસ્તુઓ નો સર્જનહાર છે, તેના સર્જનમાં તેનું કોઈ ભાગીદાર નથી.

શું તમે વઝૂ વિશે જાણો છો?

અલ્લાહ તઆલાએ કહ્યું: {નિઃશંક અલ્લાહ તોબા કરવાવાળા અને પાક સાફ રહેવાવાળાઓને પસંદ કરે છે.} [અલ બકરહ: ૨૨] . આપ ﷺએ કહ્યું - : (તમે વઝૂ એવી રીતે કરો જેમ હું કરું છું). નમાઝની મહત્ત્વતા કે અલ્લાહ એ તેના પહેલા તહારતનો આદેશ આપ્યો, અને તેને નમાઝના સહીહ હોવાની શરતો માથી એક શરત બનાવી, તે નમાઝની ચાવી છે તેના ગુણોની અનુભૂતિ કરવાથી હૃદય નમાઝ અદા કરવા ઉત્સુક બને છે, આપ ﷺએ કહ્યું - : (સ્વચ્છતા ઈમાનની એક ભાગ છે.. અને નમાઝ નૂર છે). અને આપ ﷺએ કહ્યું- : (જે વ્યક્તિ સારી રીતે વઝૂ કરે છે તો તેના શરીરમાંથી ગુનાહો બહાર નીકળી જાય છે).

બસ માનવી પોતાના પાલનહાર તરફ આ ઇબાદત (વઝૂ) આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક રીતે અલ્લાહ માટે નિખાલસ બની અદા કરી નબી ﷺ નું અનુસરણ કરે છે.

વઝૂ શા માટે જરૂરી છે? :

૧- સામાન્ય નમાઝ પછી ભેલ તે ફર્ઝ હોય કે નફીલ (અતિરિક્ત) હોય.

૨- કાબાનો તવાફ.

૩- મસ્હફ (કુરઆન) સ્પર્શ કરવા.

હું પાક પાણીથી વઝૂ અને સ્નાન કરું છું :

પાક પાણી તે છે: તે દરેક પાણી કે જે આકાશમાંથી ઊતરે છે અથવા જમીન માથી નીકળે છે અને તેના મૂળ પર રહે છે,અને તેમાં તેના ત્રણ લક્ષણોમાં કોઈ ફેરફાર થયો ન હોય, તે તેનો રંગ, સ્વાદ, સુગંધ : અને તે વસ્તુ જે પાણીની શુદ્ધતા છીનવી લે.

વઝૂ વિશે જાણો

પ્રથમ તબક્કો ૧: નિયત જેનું સ્થાન દિલમાં છે, અને નિયતનો અર્થ: અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા ઈબાદત કરવાનો દિલમાં ઈરાદો કરવો.

બીજો તબક્કો ૨: બંને હથેળીઓ ધોવી.

ત્રીજો તબક્કો ૩: કોગળા કરવા.

(મોઢાના) કોગળા કરવા એ છે: મોઢામાં પાણી નાખવું, તેનું પરિભ્રમણ કરવું અને પછી તેને બહાર કાઢવું.

ચોથો તબક્કો ૪: નાકમાં પાણી લઇ જવું.

નાકમાં પાણી લઇ જવું એ કે : નાકમાં છેક સુધી પાણી પહોંચાડવું.

ફરી નાકને ખંખેરવું: નાકને એવી રીતે ખંખેરવું કે જે કઇ પણ નાકમાં છે તેને કાઢી નાખવું.

પાંચમો તબક્કો : ચહેરો ધોવો.

ચહેરાની સીમા :

ચહેરો :જેને સામેથી જોઈ શકાય.

તેની પહોળાઈની સીમા :એક કાનેથી બીજા કાન સુધી.

તેની લંબાઈની સીમા :માથાના વાળ જ્યાંથી ઊગે છે ત્યાંથી હડપચી સુધીનો ભાગ.

ચહેરો ધોવામાં દરેક હલકા વાળનો સમાવેશ થાય છે. એવી જ રીતે તેમાં બયાઝ અને અઝારનો પણ સમાવેશ થાય છે.

બયાઝ એટલે :ગાલ બંને બાજુ કાનની બૂટ સુધી.

અલ્ અઝારા : અઝારુ : કલમથી લઈ કાનની પાછળ જ્યાં માથાના વાળ હોય છે તે હાડકું.

એવી જ રીતે ચહેરો ધોવામાં તે દરેક વાળનો પણ સમાવેશ થાય છે છે જે દાઢીમાં સામેથી દેખાય છે.

છઠ્ઠો તબક્કો :બંને હાથને ધોવા જેની શરૂઆત બંને હાથની આંગળીઓ થી બંને હાથની કોણીઓ સુધી.

બંને કોણીઓને ધોવી બંને હાથ ધોવાના ફરજિયાતમાંથી છે.

સાતમો તબક્કો : સંપૂર્ણ માથાનો બંને હાથ વડે એકવાર મસો કરવો, એવી જ રીતે બંને કાનનો પણ.

(મસો કરવાની) શરૂઆત માથાના આગલા ભાગથી લઇ છેલ્લા ભાગ સુધી, ફરી તેને ત્યાંથી પાછો લાવવો.

બંને કાનમાં બંને તર્જનીને નાખવી.

અને તેના વિરુદ્ધ બંને અંગૂઠાને કાનની બહાર રાખવામાં આવે, બસ એવી જ રીતે કાનના અંદર અને બહાર બંને ભાગ પર મસો કરવામાં આવે.

આઠમો તબક્કો : બંને પગ ધોવા જેની શરૂઆત બંને પગની આંગળીઓ થી પગની ઘૂંટી સુધી, અને બંને ઘૂંટીઓ ધોવી એ પગ ધોવાના ફરજિયાતમાંથી છે.

બંને ઘૂંટીઓ: પગના નીચેના ભાગમાં બંને બાજુ બહાર નીકળેલા હાડકાં.

આ બાબતો વઝૂ બાતલ (તોડી) કરે છે :

૧- બંને માર્ગમાંથી નીકળવાવાળી વસ્તુઓ જેમકે મૂત્ર, મળમૂત્ર, હવા નીકળવી, વીર્ય, મઝી(જે વાસના અથવા લૈંગિક કલ્પનાઓ દરમિયાન બહાર નીકળતું સ્પષ્ટ અને ચીકણું પાણી).

૨- દિમાગનું કામ ના કરવું ગાઢ ઊંઘ, અથવા બેભાન થઈ જવાથી અથવા નશો કરવાથી અથવા પાગલ થઈ જવાથી.

૩- તે દરેક વસ્તુઓ જે ગુસ્લને ફરજિયાત કરી દે જેમકે જનાબત, માસિક સ્રાવ, નિફાસ(બાળજન્મ પછી થાતો રક્તસ્ત્રાવ)

જ્યારે માનવી પોતાની જરૂરત પૂર્ણ કરે તો તેના પર જરૂરી છે કે ગંદકીને દૂર કરે, જો અગર પવિત્ર પાણીથી કરે તો તે શ્રેષ્ઠ છે, જો પાણી વગર કરે તો તે ગંદકીને પથ્થર, પાંદડા, કાપડ વગેરે જેવી વસ્તુઓથી દૂર કરે, અને તેને ત્રણવાર ફેરવી સાફ કરે જો વધુ કરે જે તે પાક છે અને યોગ્ય કાર્ય છે.

ચામડાના મોજાં અને રૂના મોજાં પર મસો કરવો

ચામડાના મોજાં અને રૂના મોજાં પર તેને ધોયા વગર મસો કરવો શકય છે અમૂક શરતો સાથે જે નીચે મુજબ છે :

૧. કે તેને હદષે અસ્સર અને હદષે અકબર પછી સંપૂર્ણ તહારત પછીથી પહેરવામાં આવ્યા હોય જેમાં બંને પગ ધોયા હોય.

૨. તે બંને પાક હોય, નાપાક ન હોય.

૩. તે બંને પર મસો તેની નક્કી કરેલ મુદ્દત સુધી કરવામાં આવે.

૪. તે બંને હલાલ હોય, જેમ કે ચોરી કરેલા કે હડપેલા ન હોય.

અલ્ ખિફાન : તે મોજાં જેને માનવી પોતાના પગમાં પહેરે છે જે નરમ ચામડાના બનેલા હોય છે વગેરે જેવા, જેમકે ચપ્પલ જે પગને ઢાંકે છે.

અલ્ જવ્રબાન : તે મોજાં જેને માનવી પોતાના તળિયામાં પહેરે છે જે રૂના બનેલા હોય છે, વગરે જેવા, જેને એક પીણાં તરીકે ઓળખવામાં આવે છે.

ચામડાના મોજાં પર મસો કરવાની પરવાનગીની હિકમત :

ચામડાના મોજાં પર મસો કરવાની હિકમત મુસલમાનો પર સરળતા અને સહેલાઇ છે , કે તેઓ ચામડાના અને રૂના મોજાં કાઢવામાં અને પગ ધોવાની તકલીફમાં ના મુકાઈ જાય, ખાસ કરીને ઠંડીના સમયે અને સફરમાં.

મસો કરવાનો સમયગાળો

રહેવાસી : એક દિવસ અને એક રાત (૨૪ કલાક).

મુસાફર: ત્રણ દિવસ અને તેની રાતો (૭૨ કલાક)

ચામડાના અને રૂના મોજાં પર મસો કરવાનો સમયગાળા ની શરૂઆત જ્યારે તહારત મેળવ્યા બાદ પહેલી વખત મસો કર્યો હશે ત્યારથી ગણાશે.

ચામડાના મોજાં અને રૂના મોજાં પર મસો કરવાનો તરીકો :

૧. હાથ ભીના કરો.

૨. હાથને પગના ઉપરના ભાગ પર ફેરવો (આંગળીઓ થી પગની ઘૂંટી સુધી)

૩. જમણા પગ ઉપર જમણા હાથ વડે અને ડાબા પગ ઉપર ડાબા હાથ વડે.

મસાને બાતલ (અમાન્ય) કરનારી બાબતો :

૧. જે બાબતો ગુસ્લ વાજિબ કરી દે.

૨. મસાનો સમયગાળો પૂરો થઈ જવાથી.

અલ્ ગુસ્લ (ન્હાવું) અર્થાત્ ગુસ્લે જનાબત

જો કોઈ પુરુષ અથવા સ્ત્રી સંભોગ કરે છે, અથવા જાગતી વખતે અથવા સૂતી વખતે ઈચ્છા સાથે તેમનું વીર્ય સ્ખલન થાય છે; તો તે બંને પર ગુસ્લ વાજિબ થઇ જાય છે જેથી તે બંને નમાઝ અદા કરી શકે અથવા તે કાર્યો કરી શકે જેના માટે તહારત હોવી જરૂરી છે, એવી જ રીતે સ્ત્રી, માસિક સ્રાવ અને બાળજન્મથી પાક થાય તો તેના પર ગુસ્લ વાજિબ થઇ જાય છે એ પહેલાં કે તે નમાઝ અદા કરે અથવા તે કાર્યો કરે જેના માટે તહારત જરૂરી છે.

ગુસ્લ (અર્થાત્ ગુસ્લે જનાબત) કરવાનો તરીકો નીચે મુજબ છે :

એક મુસલમાન પોતાના આખા શરીર પર પાણી નાખે તેમાં કોગળા કરવા અને નાક સાફ કરવું શામેલ છે, બસ જ્યારે તે આખા શરીરે પાણી નાખી ચૂકે છે તો તે હદષે અકબરથી પાક થઇ જાય છે, અને તેની તહારત પૂરી થઈ જાય છે.

જુનુબી માટે નીચે આપેલ કાર્યો કરવા યોગ્ય નથી જ્યાં સુધી તે ગુસ્લ ન કરી લે :

૦૧ નમાઝ.

૦૨. કાબા શરીફનો તવાફ.

૦૩ મસ્જિદમાં રોકાણ કરવું, પરંતુ તેના માટે રોકાણ કર્યા વગર મસ્જિદમાંથી પસાર થવું જાઈઝ છે.

૦૪ કુરાનને સ્પર્શ કરવો.

૦૫ કુરઆની તિલાવત કરવી.

તયમ્મુમ

જ્યારે કોઈ મુસલમાનને પાણી ન મળે જેનાથી તે તહારત મેળવે અથવા તેના ઉપયોગની શક્તિ ન ધરાવતો હોય કોઈ બીમારીના કારણે વગરે વગેરે અને તેને નમાઝનો સમય ખત્મ થઈ જવાનો ભય હોય તો બસ તે માટીથી તયમ્મુમ કરે.

તયમ્મુમ કરવાનો તરીકો એ કે તે બંને હાથને જમીન પર એકવાર મારે ફરી તેના વડે પોતાના ચહેરા પર મસો કરે અને બંને હથેળીઓ પર, પણ શરત એ કે માટી પાક હોય.

આ વસ્તુઓ તયમ્મુમને બાતલ (તોડી) કરે છે :

૧- જે બાબતો વઝૂને તોડે છે તે બાબતો તયમ્મુમને પણ તોડી નાખે છે.

૨- તે ઇબાદત શરૂ કરતાં પહેલાં પાણી મળી જવું જેના માટે તયમ્મુમ કર્યું હતું.

શું તમે નમાઝ વિશે જાણો છો?

અલ્લાહ એ દરેક મુસલમાન પર દિવસ અને રાત દરમિયાન પાંચ નમાઝો ફરજ કરી છે જે આ છે :ફજર, ઝોહર, અસર, મગરિબ, ઈશા.

હું નમાઝ માટે તૈયાર થાઉં છું

જ્યારે નમાઝનો સમય થઇ જાય તો એક મુસલમાન હદષે અકબર અને હદષે અસ્ગરથી પાક થઇ જાય.

અલ્ હદષુલ્ અકબર (હદષે અકબર) તે છે :જે એક મુસલમાન પર ગુસ્લ વાજિબ કરી દે.

અલ્ હદષુલ્ અસ્ગર (હદષે અસ્ગર) તે છે :જે એક મુસલમાન પર વઝૂ વાજિબ કરી દે.

એક મુસલમાન સ્વચ્છ કપડાંમાં એવી જગ્યાએ નમાઝ અદા કરે છે જે પાક હોય, તેના (કપડાં તેના) અંગોને ઢાંકીને રાખે.

એક મુસલમાન નમાઝના સમયે પોતાને યોગ્ય વસ્ત્રોથી શણગારે છે અને તેનાથી પોતાનું શરીર ઢાંકે છે.નમાઝ દરમિયાન પુરુષ માટે નાભિ અને ઘૂંટણની વચ્ચેનો કંઈપણ ભાગ ખુલ્લો રાખવાની પરવાનગી નથી.

ચહેરા અને હથેળીઓ સિવાય, સ્ત્રીએ નમાઝમાં પોતાનું આખું શરીર ઢાંકવું જરૂરી છે.

એક મુસલમાન નમાઝમાં નક્કી શબ્દો સિવાય કઇ બોલતો નથી અને તે ચૂપ રહી ઈમામને સાંભળે છે, અને તે નમાઝમાં આસપાસ જોતો નથી, જો અગર તે નમાઝની દુઆઓ યાદ કરવામાં કમજોર પડે તો તે નમાઝમાં અલ્લાહનો ઝિકર કરે અને તસ્બિહ કરતો રહે અહીં સુધી કે નમાઝ પૂર્ણ ના થઇ જાય, અને તેને સૌથી પહેલાં નમાઝ અને તેની દુઆઓ શીખવી જોઈએ.

નમાઝ વિશે જાણો

પ્રથમ તબક્કો ૧ :નિયત તે ફરજ માટે જે હું અદા કરવા માંગુ છું, અને નિયતનું સ્થાન હ્રદયમાં છે.

ત્યાર બાદ હું વઝૂ કરું છું, અને કિબલા તરફ ચહેરો કરું છું, અને હું ઊભો રહી નમાઝ અદા કરું છું, જ્યારે ઊભો રહેવા પર સક્ષમ હોય.

બીજો તબક્કો ૨: હું મારા બંને હાથ ખભા સુધી ઊંચા કરું છું અને કહું છું કે :( અલ્લાહુ અકબર) નમાઝમાં દાખલ થવાની નિયત થી .

ત્રીજો તબક્કો ૩: હું શરૂઆતની દુઆ પઢુ છું, જેનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો : (સુબ્હાનકલ્લાહુમ્મ વબિહમ્દિક વતબારકસ્મુક વતઆલા જદ્દુક વલા ઈલાહ ગયરુક). ચોથો તબક્કો ૪: હું મલ્ઊન શૈતાનથી અલ્લાહની પનાહ માંગુ છું અને હું કહું છું : (અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજીમ). પાંચમો તબક્કો ૫: હું દરેક રકાઅતમાં સૂરે ફાતિહાની તિલાવત કરું છું જે નીચે મુજબ છે : {બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ (૧) અલ્હમ્દુલિલ્લાહિ રબ્બીલ આલમીન (૨) અર્ રહમાનિર્ રહીમ (૩) માલિકિ યવ્ મિદ્દિન (૪) ઈય્યાકનઅબુદુ વઈય્યાકનસ્ તઈન (૫) ઈહ્દિનસ્ સિરોતલ્ મુસ્તકીમ (૬) સિરોતલ્લઝીન અન્અમ્ત અલૈહિમ ગૈરિલ્ મગ્ઝુબિ અલૈહિમ વલઝ્ઝૉલીન (૭)}.

સૂરે ફાતિહાની તિલાવત કર્યા બાદ હું જે મારા માટે આસાન હશે કુરઆનમાંથી તેની તિલાવત કરીશ દરેક નમાઝની ફક્ત પહેલી અને બીજી રકાઅતમાં, આ જરૂરી નથી પરંતુ આવું કરવામાં ઘણો સવાબ છે.

છઠ્ઠો તબક્કો ૬: હું કહું છું : ( અલ્લાહુ અકબર) ફરી હું રુકૂઅ કરીશ અહીં સુધી કે મારી પીઠ સીધી ના થઇ જાય, હું મારા બંને હાથ આંગળીઓથી પહોળા કરીને મારા ઘૂંટણ પર મૂકી દઈશ, ફરી હું રુકૂઅમાં કહીશ : ( સુબ્હાન રબ્બીયલ્ અઝીમ).

સાતમો તબક્કો ૭: ફરી હું આ કહેતા રુકૂઅથી ઊભો થઈશ: (સમિઅલ્લ્હુલિમન્ હમિદહ) બંને હાથ ખભા સુધી ઊંચા કરીશ, અને જ્યારે મારું શરીર સંપૂર્ણ રીતે ઊભું થઇ જશે ત્યારે હું કહીશ : (રબ્બના વલકલ્ હમ્દ).

આઠમો તબક્કો ૮:હું કહીશ : ( અલ્લાહુ અકબર) હું મારા બંને હાથ, બંને કોળીઓ, બંને પગ, કપાળ અને નાક વડે સિજદો કરીશ, અને હું મારાં સિજદામાં કહીશ : ( સુબ્હાન રબ્બીયલ્ અઅલા).

નવમો તબક્કો ૯: હું કહું છું : ( અલ્લાહુ અકબર) ફરી હું સિજદો કરી ઊભો થાઉં છું અહીં સુધી કે મારી પીઠ સીધી ના થઇ જાય જમણા પગે બેસીને અને ડાબા પગને ઊભો રાખીને, અને હું કહું છું : (રબ્બીગ્ ફિર્લી).

દસમો તબક્કો ૧૦ : ફરી હું કહું છું : (અલ્લાહુ અકબર) પહેલા કરેલા સિજદા પ્રમાણે બીજો સિજદો કરું છું.

અગિયારમો તબક્કો ૧૧ : ફરી હું સિજદો કરી સીધો ઊભો થાઉં છું, અને બાકીની બધી રકાઅતો પહેલી રકાઅતમાં પ્રમાણે અદા કરું છું.

ઝોહર, અસર, મગરિબ, ઈશાની બે રકાઅત અદા કર્યા પછી હું પહેલાં તશહ્હુદ પઢવા માટે બેસું છું , અને તે આ છે : (અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુઅલય્ક અય્યુહન્ નબીય્યુ વરહ્મતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલય્ના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન, અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ) ત્યાર બાદ હું ત્રીજી રકાઅત માટે ઊભો થાઉં છું. દરેક નમાઝની છેલ્લી રકાઅત અદા કર્યા બાદ હું છેલ્લા તશહ્હુદ પઢવા માટે બેસુ છું જે આ છે : (અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુઅલય્ક અય્યુહન્ નબીય્યુ વરહ્મતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલય્ના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન, અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ, અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદિવં વ અલા આલી મુહમ્મદ કમા સલ્લયતા આલા ઈબ્રાહીમ વ અલા આલી ઈબ્રાહીમ, ઈન્નક હમીદુમ્ મજીદ, અલ્લાહુમ્મ બારિક અલા મુહમ્મદિવં વ અલા આલી મુહમ્મદ કમા બારક્તા આલા ઈબ્રાહીમ વ અલા આલી ઈબ્રાહીમ, ઈન્નક હમીદુમ્ મજીદ,

બારમો તબક્કો ૧૨: ત્યારબાદ હું જમણી તરફ સલામ ફેરવી કહું છું : ( અસ્સલામુઅલય્કુમ્ વરહ્મતુલ્લાહ) ફરી ડાબી તરફ સલામ ફેરવી કહું છું (અસ્સલામુઅલય્કુમ્ વરહ્મતુલ્લાહ) નમાઝ પૂર્ણ કરવાની નિયમથી, અને આ રીતે મેં નમાઝ અદા કરી દીધી.

મુસલમાન મહિલાનો હિજાબ

અલ્લાહ તઆલાએ કહ્યું : {હે નબી! તમારી પત્નીઓ. અને દીકરીઓ અને મોમિન સ્ત્રીઓને કહી દો કે તેઓ પોતાના ઉપર પોતાની ચાદર ઓઢીને રાખે, જેના કારણે તેઓ ઓળખાય જશે અને તેમની સતાવણી કરવામાં નહીં આવે, અને અલ્લાહ માફ કરવાવાળો અને રહેમ કરવાવાળો છે} [અલ્ અહઝાબ:૫૯]. અલ્લાહ એ એક મુસલમાન મહિલા માટે હિજાબ પહેરવાનું અને તેના ખાનગી અંગોને અને તમામ શરીરને તેના દેશમાં ચાલતા સામાન્ય કપડા દ્વારા બિન-મહરમ પુરુષોથી ઢાંકવું જરૂરી છે, અને તેના માટે જાઈઝ નથી કે તે પોતાના પડદાને પોતાના પતિ અને મહરમ સિવાય અન્ય કોઈ કોઈની સામે ઉતારે, તે લોકો: જેની સાથે મુસલમાન મહિલાને કાયમી લગ્ન કરવાની છૂટ નથી, તે લોકો નીચે મુજબ છે: (પિતા અને તેમના ઉપરનું વંશ (દાદા, મહાન દાદા વગેરે) પુત્ર અને તેનું નીચેનું વંશ (પૌત્ર વગેરે) કાકાઓ, મામાઓ, ભત્રીજો, ભાણિયો સાવકા પિતા, અને સસરા અને તેમના ઉપરનું વંશ, પતિનો પુત્ર અને તેનું વંશ, અને સ્તનપાન કરાવેલ ભાઇ, અને સ્તનપાન કરાવેલ બહેનનો પતિ, જે સંબંધો વંશના કારણે હરામ થઈ જાય છે તે સ્તનપાનના કારણે પણ હરામ થઈ જાય છે).

એક મુસલમાન મહિલા તેના ડ્રેસમાં ઘણા નિયમોનું પાલન કરે :

પહેલું: જે સંપૂર્ણ શરીરને અંદર સમાવી લે.

બીજું: તે કપડા એવા ન હોવા જોઈએ કે સ્ત્રી પોતાને શણગારવા માટે પહેરે.

ત્રીજું: અને પારદર્શક પણ ન હોવા જોઈએ કે તેણીનું શરીર દેખાતું હોય.

ચોથું: અને તે ઢીલું હોવું જોઈએ, ચુસ્ત ન હોવું જોઈએ કે જે તેણીના શરીરના અંગો વિશે કઇ વર્ણન કરતું હોય.

પાંચમું: તેનું સુગંધિત ન હોવું જોઈએ.

છઠ્ઠું: તે પુરુષોના કપડાં માફક ન હોય.

સાતમું: તે કપડા બિન મુસ્લિમ મહિલાઓની ઈબાદતોમાં અને તેમના તહેવારોમાં પહેરવામાં આવતા કપડા માફક ન હોય.

મોમિનના ગુણો

અલ્લાહ તઆલાએ કહ્યું: {ખરેખર મોમિન તો તે છે જ્યારે તેની સમક્ષ અલ્લાહનો ઝીક્ર કરાવવામાં આવે તો તેમનું દિલ ડરી જાય છે, અને જ્યારે તેમની સમક્ષ અલ્લાહની આયતો તિલાવત કરવામાં આવે તો તે આયતો તેમના ઈમાનમાં વધારો કરી દે છે, અને તેઓ પોતાના પાલનહાર પર ભરોસો રાખે છે} [અલ્ અન્ફાલ:૨].

- પોતાની વાતમાં સાચો હોય છે જૂઠ્ઠો નથી હોતો.

- કરાર અને વચનને પૂરા કરે છે.

- તે લડાઇ ઝઘડામાં અપશબ્દો બોલતો નથી .

-અમાનત અદા કરે છે.

- મુસલમાન ભાઈ માટે તેજ વસ્તુ પસંદ કરે છે જે પોતાના માટે પસંદ કરે છે.

- ઉદાર હોય છે.

- લોકો માટે સારો હોય છે.

- સંબધ જાણવી રાખે છે.

- અલ્લાહની વહેંચણીથી રાજી થઈ જાય છે અને સમૃદ્ધિની સ્થિતીમાં અલ્લાહનો આભાર વ્યક્ત કરે છે, અને ગરીબીમાં ધીરજ રાખે છે.

- શરમાળ હોય છે.

- સર્જન પર ઉપકાર કરે છે.

- તેનું દિલ દ્વેષથી પાક હોય છે અને તેના અંગો બીજા પર અત્યાચાર કરવાથી પાક હોય છે.

- લોકો સાથે દરગુજર કરે છે.

- તે વ્યાજ ખાતો નથી અને વ્યાજખોરો સાથે વ્યવહાર કરતો નથી.

- દુષ્કર્મ કરતો નથી.

- શરાબનું સેવન કરતો નથી.

- પાડોશીઓ સાથે સદ્ વર્તન કરે છે.

- જુલ્મ કરતો નથી, અને ધોખો આપતો નથી.

- ન તો ચોરી કરે છે ન છેતરપિંડી કરે છે.

- માતા પિતાનો આજ્ઞાકારી હોય છે પછી ભલેને તેઓ બિન મુસ્લિમ હોય, અને તેમની આજ્ઞાનું સાચા માર્ગમાં પાલન કરે છે.

- તે પોતાના બાળકોને ભલાઈથી ઉછેરે છે, તેમને શરીઅતના ફરજો પૂરા કરવાનો આદેશ આપે છે અને દુષ્ટતાથી રોકે છે.

- તે બિન-મુસ્લિમોની કાર્યો સાથે તેમની ધાર્મિક લાક્ષણિકતાઓ અથવા રિવાજો સાથે સરખામણી કરતો નથી જે તેમના માટે એક લક્ષણ અને સૂત્ર છે.

મારી ખુશી મારા ધર્મ ઇસ્લામમાં છે

અલ્લાહ તઆલાએ કહ્યું : {અને જે વ્યક્તિ ઈમાનની સ્થિતિમાં નેક કાર્યો કરશે, પુરુષ હોય કે સ્ત્રી, તો ખરેખર અમે તેમને શ્રેષ્ઠ જીવન આપીશું, અને તેમના નેક કાર્યોનો શ્રેષ્ઠ બદલો અમે તેમને જરૂર આપીશું.} [અન્ નહલ :૯૭]. એક મુસલમાનના હૃદયમાં ખુશી, આનંદ લાવનારી બાબતોમાંથી સૌથી મોટી બાબત કે તેનો અલ્લાહ સાથે કોઇ જીવંત કે મૃત કે કોઈ મૂર્તિ વગર સીધો સંબંધ છે. બસ અલ્લાહ એ પોતાની મહત્વપૂર્ણ કિતાબમાં વર્ણન કર્યું કે તે પોતાના બંદાઓથી હંમેશા નજીક હોય છે, તે તેમની દુઆઓ સાંભળે છે અને તેને કબૂલ કરે છે, જેમકે પવિત્ર અલ્લાહ એ કહ્યું : { (હે પયગંબર) જ્યારે મારા બંદાઓ તમને મારા વિશે સવાલ કરે તો ( કહી દો) હું નજક જ છું, જ્યારે કોઈ સવાલ કરવાવાળો મને સવાલ કરે છે તો હું તેને જવાબ આપું છું, બસ મને જ સવાલ કરો અને મારા ઉપર ઈમાન રાખો જેથી તમે હિદાયત મેળવી લો.} [અલ્ બકરહ :૧૮૬], અને અલ્લાહ એ આપણને આદેશ આપ્યો કે આપણે તેની પાસે દુઆ માંગીએ અને અલ્લાહ એ દુઆ ને એક મોટી ઈબાદત બનાવી દીધી જેના દ્વારા એક મુસલમાન પોતાના પાલનહારની નિકટતા પ્રાપ્ત કરે છે, જેમકે ઉચ્ચ અલ્લાહ એ કહ્યું : { અને તમારા પાલનહાર એ કહ્યું કે મારા પાસે દુઆ માંગો હું તમારી દુઆ કબૂલ કરીશ} [ગાફિર :૬૦], બસ એક સદાચારી મુસલમાન હંમેશા પોતાના પાલનહારનો જરૂરિયાતમંદ છે, તેમની વચ્ચે હંમેશા દુઆ હોય છે, સત્કાર્યો દ્વારા તે અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરે છે.

ખરેખર અલ્લાહ એ આપણને આ બ્રહ્માંડમાં ભવ્ય હિકમતના હેતુથી બનાવ્યા છે, અને તેણે આપણને વ્યર્થ નથી બનાવ્યા, ફક્ત તેની બંદગી કરવા માટે બનાવ્યા છે અને તેનો કોઈ ભાગીદાર નથી , તેણે આપણાં માટે દીન તૈયાર કર્યો જે આપણાં જીવનની ખાનગી અને જાહેર દરેક બાબતોમાં નિયમન કરે છે, અને આ ન્યાયી શરીઅતે જીવનની જરૂરિયાતોને સાચવી રાખી છે, જે આપણો દીન, જાન, ઇઝ્ઝત, મન અને ધન છે, અને જે વ્યક્તિ આ શરીઅતના નિયમોનું પાલન કરે છે અને તેની અવજ્ઞા કરવાથી બચે છે તો તેની આ દરેક જરૂરિયાતો સાચવી લેવામાં આવી, અને તે પોતાનું જીવન શાંતિ પૂર્વક પસાર કરે છે જેમાં કોઈ શંકા નથી.

અને એક મુસલમાનો પોતાના પાલનહાર સાથે ગાઢ સંબંધ તેને શાંતિ અને માનસિક આરામ આપે છે, શાંતિ, સલામતી અને આનંદની અનુભૂતિ થાય છે,અને એક મોમિન બંદો હંમેશા પોતાના પાલનહારનો સાથ, તેની દેખરેખ હોવાની અનુભૂતિ કરે છે, અલ્લાહ એ કહ્યું : {ઈમાન લાવવાવાળાઓનો દોસ્ત અલ્લાહ તઆલા પોતે જ છે, તે તેમને અંધકાર માથી પ્રકાશના માર્ગ તરફ લઈ જાય છે} [અલ બકરહ: ૨૫૭].

આ મહાન સંબંધ એક ભાવનાત્મક સ્થિતી છે, જે પરમ કૃપાળુની ઈબાદતના આનંદ તરફ દોરી જાય છે, અને તેની સાથે મુલાકાત કરવા ઉત્સાહિત બનાવે છે, અને ઈમાનની મીઠાસનો અનુભવ કરી જાણે એનું દિલ સુખના આકાશમાં ઉડે છે.

તે મીઠાશ જેનો આનંદ ફક્ત તે જ વર્ણવી શકે છે જેણે સારા કાર્યો કરીને અને ખરાબને ટાળીને તેનો સ્વાદ ચાખ્યો હોય. એટલા માટે કે નબી મુહમ્મદ - તેમના પર દરૂદ અને સલામતી - કહે છે - : ( તે વ્યક્તિ એ ઈમાનની લહેજત માણી લીધી જે અલ્લાહને પોતાનો પાલનહાર અને ઈસ્લામને પોતાનો દીન હોવા પર અને મુહમ્મદને પોતાનો નબી માનવા પર રાજી થઈ ગયો).

હા, જો કોઈ વ્યક્તિ તેના સર્જકને હંમેશા પોતાની સાથે હોવાનો અનુભવે કરે છે, અને તેને તેના નામો અને ગુણોથી ઓળખે છે, અને તેની ઇબાદત એવી રીતે કરે જાણે તેને જોઈ રહ્યા છે, અને પોતાની ઈબાદત ફક્ત અલ્લાહ માટે જ કરે છે, અને અલ્લાહ સિવાય બીજું કોઈ નથી તો તે દુનિયામાં પણ અને આખિરતમાં પણ ઉત્તમ જીવન પસાર કરે છે.

અહીં સુધી કે એક મોમિન પર જ્યારે દુનિયામાં કોઈ મુસીબત આવે છે તો તેના યકીનની ઠંડકથી મુસીબતની ગરમી દૂર થઇ જાય છે, અને તે અલ્લાહના નિર્ણય પર રાજી રહે છે, તે એકલો જ દરેક વસ્તુઓના તેના સારા કે ખરાબ હોવા પર કુદરત ધરાવે છે , અને સંપૂર્ણ તેનાથી રાજી રહે છે.

એક મુસલમાનને તેના સુખ અને શાંતિમાં વધારો કરવા માટે જે બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તેમાંથી એક વધારામાં વધારે અલ્લાહનો ઝીકર કરે, કુરઆન કરીમની તિલાવત કરે, જેમકે અલ્લાહ એ કહ્યું : { જે લોકો ઈમાન લાવ્યા છે તેમનાં દિલ તો અલ્લાહના ઝિકરથી સંતુષ્ટ થાય છે, ખબરદાર! અલ્લાહના ઝિકર થી જ દિલોને સંતુષ્ટી મળે છે} [અર્ રઅદ :૨૮]. એક મુસલમાન જેટલો અલ્લાહનો ઝિકર કરે છે, અને કુરઆનની તિલાવત કરે છે તેટલો જ તેનો સંબંધ અલ્લાહ સાથે મજબૂત બને છે, જેનાથી તેનું નફસ પાક બને છે અને તેનું ઈમાન મજબૂત બને છે. એટલા માટે એક મુસલમાન માટે જરૂરી છે કે દીનના કાર્યો તેના સહીહ સ્ત્રોત દ્વારા શીખવાની કોશિશ કરે, જેથી અલ્લાહની ઇબાદત આંતરદૃષ્ટિથી કરી શકાય, બસ નબી - તેમના પર દરૂદ અને સલામતી - કહ્યું - : (ઈલ્મ પ્રાપ્ત કરવું દરેક મુસલમાન માટે જરૂરી છે), અને અલ્લાહનો આજ્ઞાકારી બનીને રહેવું જરૂરી છે જેણે તેનું સર્જન કર્યું છે, પછી ભલે તેની હિકમત જાણતા હોય કે ન જાણતા હોય, બસ અલ્લાહ એ પોતાની ઉચ્ચ કિતાબમાં કહ્યું : {અને કોઈ મુસલમાન પુરુષ કે કોઇ મુસલમાન સ્ત્રી માટે યોગ્ય નથી કે જ્યારે અલ્લાહ અને તેના રસૂલનો આદેશ આવ્યા પછી તેઓને કોઈ વાતનો અધિકાર રહેતો નથી, અને યાદ રાખો જે અલ્લાહ અને તેના રસૂલની અવગણના કરશે તે ગેરમાર્ગે છે} [અલ્ અહઝાબ:૩૬].

દરૂદ અને સલામતી આપણા નબી મુહમ્મદ પર અને તેમના સંતાનો અને તેમના દરેક સાથીઓ પર.

સમાપ્ત થઈ ગયું.

વિષયોની અનુક્રમણિકા

સંખ્યા

વિષય

પેજ નંબર

કવર પેજ પર પાછા ફરો

વિષયોની અનુક્રમણિકા પર જાઓ

કિતાબ વિશે તમારો પ્રતિભાવ જણાવો

કૃપા કરીને વેબસાઇટની મુલાકાત લો

મોબાઇલ ઇન્ટરેક્ટિવ કિતાબ

વિષય પર જવા માટે ક્લિક કરો

કવર પેજ પર પાછા આવવા માટે આ ફોટા પર ક્લિક કરો

બારકોડ સ્કેન કરો

શૈક્ષણિક પ્રસ્તુતિ (પાવરપોઈન્ટ)

પ્રોજેક્ટને લગતી વસ્તુઓ

મુદ્રિત કિતાબ

મોબાઇલ માટેની કિતાબ

વેબસાઇટ

પાવરપોઈન્ટ દ્વારા રજૂઆત

સ્માર્ટફોન આવૃત્તિ

નવા મુસ્લિમ થયેલ ભાઈઓ માટે ઉપયોગી વાતો.

પ્રસ્તાવના

મારો પાલનહાર અલ્લાહ છે

મારા નબી મુહમ્મદ - સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ-

અલ્ કુરઆનુલ્ કરીમ : મારા પાલનહારનું કલામ

શું તમે ઇસ્લામના અરકાન (સ્તંભો) વિશે જાણો છો?

શું તમે ઈમાનના અરકાન (સ્તંભો) વિશે જાણો છો?

શું તમે વઝૂ વિશે જાણો છો?

ચામડાના મોજાં અને રૂના મોજાં પર મસો કરવો

અલ્ ગુસ્લ (ન્હાવું) અર્થાત્ ગુસ્લે જનાબત

તયમ્મુમ

શું તમે નમાઝ વિશે જાણો છો?

મુસલમાન મહિલાનો હિજાબ

મારી ખુશી મારા ધર્મ ઇસ્લામમાં છે